બીજા દિવસે 204 લોકોએ રસી લઇ ગૌરવ વધાર્યુ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ત્રણ કેન્દ્ર ઉપર 300 માંથી 204 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિન લીધી હતી. એટલે 68 ટકા રસીકરણ થયું હતું. હેલ્થ વર્કરોની સંમતિ મેળવ્યા બાદ જ યાદી તૈયાર કરવામાં આવી હતી તેમ છતાં 96 હેલ્થ વર્કરો વેક્સિન લેવા આવ્યા ન હતા. જોકે પ્રથમ રાઉન્ડમાં 30 ટકા લોકોએ વેક્સિન લીધી હતી. તેના કરતા ડબલ વેક્સિનેશન થયું છે. પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ હોસ્પિટલ, પાટણ ડિસ્ટીક હોસ્પિટલ અને સિદ્ધપુર સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં મંગળવારે સવારે 9 વાગે કોરોનાની વેક્સિન આપવની શરૂઆત કરી હતી. જેમાં 300 માંથી 204 હેલ્થ વર્કરોએ વેક્સિન લીધી હતી. જેમાં ધારપુર મેડિકલ હોસ્પિટલના ડીન ડો.યોગેશાનંદ ગૌસ્વામી, સુપ્રિટેન્ડેન્ટ મનીષ રામાવત અને આર.એમ.ઓ હિતેશ ગોસાઈએ વેક્સિન લીધી હતી.
ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે 96 પાટણ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે 63 અને સિદ્ધપુર સબ ડીસ્ટ્રીક ખાતે 65 હેલ્થ વર્કરોએ રસી લીધી હતી. જોકે રસી લેવામાં ડોક્ટરોનું પ્રમાણ સારું છે. 49 સરકારી અને નવ પ્રાઇવેટ ડોક્ટરો મળી કુલ 58 જણાએ રસી લીધી છે વેક્સિન લેનાર હેલ્થ વર્કરોની યાદીમાં 44 આશાવર્કરોનો સમાવેશ કરાતા તેની સામે માત્ર 11 આશાવર્કરોએ રસી લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.