સિધ્ધપુરમાં દૂધ પાવડરના ગોડાઉનમાં સૌથી મોટી રેડમાં બાતમી ખોટી પડી

પાટણ
પાટણ 263

સિધ્ધપુર તાલુકાના ગામે ગઇકાલે પાટણ જીલ્લા પોલીસ અને ફૂડ તંત્રની ટીમ દ્રારા બાતમી આધારે દૂધના પાવડરના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, અમૂલ બ્રાન્ડનો ડ્રાય મિલ્ક પાવડરની તારીખ બદલી કેટલાંક તત્વો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યો છે. જેથી તાત્કાલિક ટીમ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી ચાલેલી તપાસમાં આખરે કંઇ શંકાસ્પદ વસ્તુ મળ્યું ન હોવાનું પોલીસે જણાવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ તરફ હવે પોલીસની કાર્યવાહી બાદ શું SP સહિતનો કાફલો ચોક્કસ બાતમી વગર પહોંચી શકે ? જો પોલીસની ક્લિનચીટ હોય તો રેડ નિષ્ફળ ગઇ ? આટલી મોટી કાર્યવાહીમાં નિષ્ફળતાં કે ગેરસમજ ? તેવા અનેક ભેદભરમ ઉપજાવતાં સવાલો ઉભા થતાં હડકંપ મચી ગયો છે.

પાટણ જીલ્લાના સિધ્ધપુર પંથકના કાયણ ગામે બનાસ અને અમૂલ ડેરીએ ભાડે રાખેલા ગોડાઉનમાં પોલીસે તપાસ કરી હતી. ગઇકાલે બપોર બાદ પાટણ એસપી, ડીવાયએસી, એલસીબી, એસઓજી અને ફૂડ વિભાગની ટીમોએ ગોડાઉનમાં પહોંચી હતી. પોલીસને બાતમી મળી હતી કે, અમૂલ બ્રાન્ડનો ડ્રાય મિલ્ક પાવડરની ડેટ બદલી કેટલાક તત્વો દ્વારા વેચાણ કરવામાં આવી રહી છે. જે બાદમાં પોલીસે ગોડાઉનના માલિકની પુછપરછ કરતાં તેમણે સી.એમ.એફના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસને વાત કરાવી હતી. જેમાં પોલીસને જણાવ્યું હતું કે, આ પાવડરના જથ્થો બાંગ્લાદેશ મોકલવાનો છે. જેને પગલે તેનું પૅકેજિંગ બદલવામાં આવી રહ્યું છે.

પાટણ એસપી અક્ષયરાજે જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ આ તપાસ કરી જાણવાજોગ નોંધ કરી એન્ટ્રી કરવામાં આવી છે. જોકે તપાસ દરમ્યાન કોઈપણ પ્રકારનું કૌભાંડ હોય કે એક્સપાયર થઈ ગયેલી વસ્તુને બજારમાં વેચવામાં આવતી હોય તેવું ક્યાંય સાબિત થયું નથી. આ સાથે ફૂડ વિભાગની ટીમ પણ સાથે હોઇ કોઇપણ પ્રકારની કૌભાંડ હોવાનું ખૂલ્યુ નથી. જોકે SP સહિત 150થી વધુ પોલીસનો કાફલો ચોક્કસ બાતમી વગર પહોંચી શકે ? તે બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ તરફ સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ પોલીસને સ્થળ પરથી મળેલ દૂધના પાવડરની થેલીઓ ઉપર 2020ની તારીખ લખેલી હતી. આ સાથે અહીં ગોડાઉનમાં આ થેલીઓમાંથી મિલ્ક પાવડરની થેલીઓ 2023ની બદલીને ભરવામા આવી રહી હતી તેવી આશંકા આધારે વધુ તપાસ હાથ ધરવા માટે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને બોલાવવામાં આવી હતી.

ગઇકાલે બપોરના સમયે ચોક્કસ બાતમી આધારે તપાસ કરવામાં આવતાં સ્થળ પરથી કોઇ શંકાસ્પદ મળ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું હોઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પાટણ SP અક્ષયરાજ, સિદ્ધપુર DySP સોલંકી, DySP સોનારા, DySP ઝાલા તેમજ જિલ્લા LCB, SOG પેરોલ સ્ક્વોડ તેમજ સિદ્ધપુર પોલીસ સ્ટેશન, પાટણ તાલુકા પોલીસ, પાટણ A ડિવિઝનલ B ડિવિઝન પોલીસ, સરસ્વતી, વાગદોડ અને ચાણસ્મા પોલીસ સ્ટેશનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જેમાં 6થી વધુ PI, 10થી વધુ PSI, 150 જેટલા પોલીસ જવાનો, 30 થી વધુ પોલીસ વાહનનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.