
પાટણ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 6 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે
આગામી 6 જૂનથી પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષણિક સત્રનો પ્રારંભ થશે.ત્યારે જિલ્લાની 250 શાળાઓમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઉનાળાની ગરમીને લઈ સમય સવારે 7:30 થી 12:30નો સમય 30 જૂન સુધી રહેશે. ત્યારે પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓથી શાળાઓ ગુંજી ઉઠશે.જ્યારે 12 થી 14 જૂન દરમ્યાન ગ્રામ્ય અને શહેરની માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નવા સત્રથી ધો.9માં 11,984 વિદ્યાર્થીઓ અને 10,574 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 22,558 વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજવામાં આવશે તેવી જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.