પાલિકાએ શાકભાજીના ફેરિયાઓનું સ્થળ બદલ્યું છતાં જવા તૈયાર નહીં

પાટણ
પાટણ 30

પાટણ શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર શાકભાજીની લારીઓ પર ભીડ થતી હોય સંક્રમણ વધવાના ભયને લઈ પાલિકા દ્વારા શાકભાજીના ફેરિયાઓને આનંદ સરોવર નજીકમાં પ્રગતિ મેદાનમાં જગ્યા ફાળવતા ફેરિયાઓએ સ્થળ ન બદલવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. શહેરમાં વધતા કેસોને લઇ સંક્ર્મણ અટકાવવા પાલિકાનો યોગ્ય સુઝાવ છતાં ફેરિયાઓ પોતાની મનમાની કરી સહયોગ ન આપતા પાલિકાના આયોજન પર પાણી ફરી રહ્યું છે.,ભાજપના શહેર ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ જણાવ્યું હતું કે ફેરિયાઓને મેદાનમાં અંદરનો ભાગ હોઈ શાકભાજીનો વેપાર થતો નથી.રસ્તા પર જ લોકો આવતા હોય છે. પહેલા વ્યવસ્થા કરાઈ હતી.પરંતુ વેપાર થતો ન હતો. અમે આ સ્થળ પર ફરજીયાત માસ્ક પહેરી ધંધો કરીશું. શાકભાજીથી કોરોના થતો નથી. ખોટા હેરાન કરી અમને હટાવવામાં ન આવે એવી અમારી માંગણી છે.

સંક્ર્મણ અટકાવવા માટનું આયોજન છે
ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે શહેરમાં રસ્તાઓ પર શાકભાજીની લારીઓના કારણે ભીડ થાય છે. જેથી ફેરિયાઓ માટે સ્પેશ્યલ જગ્યાઓ ફાળવી રહ્યા છે. કોરોનાને લઇ ફેરિયાઓ ખુલ્લામાં ઉભા રહી વેપાર કરે તો સંક્ર્મણ અટકશે. શહેર અન્ય વિસ્તારોમાં ઉભા રહેતા ફેરિયાઓ માટે આજ આયોજન છે.તેઓ પ્રાંત અને કલેક્ટરને રજુઆત કરી છે.તેમનો જે અભિપ્રાય હશે એ મુજબ કાર્ય કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.