
પાટણ જિલ્લામાં વધતા જતાં ડેન્ગયું તથા મેલેરીયાના કેસો અટકાવવા વિરોધપક્ષના નેતાએ આરોગ્ય અધિકારીને રજૂઆત
પાટણ જિલ્લામાં છેલ્લા એક માસ ગ્રામીણ વિસ્તાર તેમજ પાટણ શહેરમા વધતા જતાં ડેન્ગયું તથા મેલેરીયાના કેસો વધી રહ્યા છે ત્યારે શહેરના વિસ્તારોમાં ડેન્ગયુ અને મેલેરીયાના જ મચ્છરોના નાશ માટે સમયાંતરે ફોગીંગ કરાવવું, મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે ઓઇલ નાખવું, સેન્ટરોમાં પુરતી દવાઓ ઉપલ્બધ રાખવા અને ટેસ્ટીંગ કીંટો પણ ઉપલબ્ધ રાખવા પાટણ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા એ જિલ્લામાં આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી.પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ ના નેતા અશ્વિન પટેલે જિલ્લામાં આરોગ્ય અધિકારીને કરેલ રજૂઆત માં જણાવ્યું હતું કે પાટણ શહેરના નાગરિકોના રજુઆતો મુજબ છેલ્લા એક માસથીથી ડેન્ગ્યુ તથા મેલેરીયાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જે બહુ ચિંતાજનક બાબત છે.
જિલ્લામાં ડેન્ગયુ અને મેલેરીયાના વધુ પડતા કેસૌથી માનવ મૃત્યુના પ્રશ્નો સત્વરે નિવારી શકાય તે માટે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં તેમજ શહેરો વિસ્તારોમાં ડેન્ગયુ અને મેલેરીયાના મચ્છરોના નાશ માટે સમયાંતરે ફોગીંગ કરાવવું, પાણી ભરાઈ રહેવા હોય ત્યાં દવાનો છટકાવ કરાવવો, મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે ઓઇલ નાખવું વગેરેના કામો સત્વરે હાથ ધરવા અને તમામ સેન્ટરોમાં પુરતી દવાઓ ઉપલ્બધ રાખવી તેમજ ટેસ્ટીંગ કીંટો પણ ઉપલબ્ધ રાખવાની ખાસ તકેદારી રાખવા અને કાર્યવાહી હાથ ધરવા સૂચના કરી હતી.