શંખેશ્વર ના મોટીચંદુર માગૅ પર નાકાબંધી કરી મીની ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂ ના જથ્થાને એલસીબી ટીમે ઝડપ્યો
પાટણ એલસીબી પોલીસે ખાનગી રાહે મળેલી બાકીના આધારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર માર્ગ નાકાબંધી કરી મીની ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે મીની ટ્રક ચાલકની અટકાયત કરી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય બુટલેગર સામે શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શંખેશ્વર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની બદીને ડામી દેવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ટીમ દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા હતા, વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરતા મળેલ બાતમી આધારે મોટીચંદુર ગામે રામાપીર મંદીર પાસેથી હાઇવે રોડ ઉપર નાકા બંધી કરતાં એક ઇસમ પોતાના ડ્રાઇવીંગ ભોગવટા વાળા મીની ટ્રક નં. જી.જે.૧૨.એ.ઝેડ.૩૦૪૮ના ગુપ્તખાના માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૨૪ બોટલ/ટીન નંગ-૪૨૦કિ.રૂ.૧,૦૪,૭૬૦ની રાખી ગાડી કિ.રૂ.૩ લાખ તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૪,૦૯,૭૬૦ ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતો મળી આવેલ દુદારામ ચેલારામ ઉર્ફે છેલાજી દેવાંશી રહે ફતાપુરા તા.સુમેરપુર જી.પાલી રાજસ્થાનની અટકાયત કરી શંખેશ્વર પોલીસ મથકે મુદામાલ સાથે સોપી ગુનો નોધાવી આ ગુનામાં સંડોવાયેલા ભવરલાલ પ્રેમારામ જાટ રહે છેવાડી જી.પાલી રાજસ્થાન વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.