સ્વચ્છ ભારત અભિયાન ના લીરે લીરા ઉડાવતુ પાટણ નું કુણધેર ગ્રામ પંચાયત
ગામમાં આવેલ રામદેવપીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ રોગચાળા ને આમંત્રિ રહ્યા હોય તેવી સ્થિતિ..
કુણઘેર મુકામે સમગ્ર હિન્દુ ધર્મ ના આરાધ્ય ભગવાન શ્રીરામદેવપીરનું મોટું મંદીર આવેલ છે જે ભાવિક ભક્તો માટે નું આસ્થાનુ પ્રતિક છે અને લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
ગંદકી મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્ર ને પણ ધોળીને ગ્રામપંચાયત પી ગયું: એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયા નો ખચૅ કરી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા મથામણ કરી રહી છે ત્યારે સરકાર ના સ્વચ્છ ભારત અભિયાન ના કુણધેર ગ્રામ પંચાયત દ્વારા લીરે લીરા ઉડાડવામાં આવતાં હોય તેવા દ્રશ્યો ગામના રામદેવપીર મંદિર માગૅ પર ખડકાયેલા ગંદકીના ઢગ પરથી ફળીભૂત થઈ રહ્યાં છે તો આ ગંદકી મામલે ગ્રામજનો દ્રારા ગ્રામ પંચાયત ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હોવા છતાં આવેદનપત્ર ને પણ ધોળીને કુણધેર ગ્રામ પંચાયત પી ગઈ હોય ગંદકીના કારણે રોગચાળા ને આમંત્રણ અપાતું હોવાનું ગ્રામ પંચાયત ની કામગીરી જોતાં લાગી રહ્યું હોવાના સુર ઉઠ્યા છે.
કુણધેર ગામના રામદેવ પીર મંદીરની દક્ષિણ દિશામાં ગંદકી ફેલાવતા મોટા ઉકરડામાં ગંદા ગોદડા, કચરો ભરેલી પોલીથીનની પ્લાસ્ટીકની થેલીઓ,ગંદા ડાયપરો,સેનેટરી પેડતેમજ અન્ય નકામો ઘન કચરો ૧૦ થી ૧૫ ટ્રેકટર ભરાઈ રહે તેટલા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.જેના કારણે મંદીરની આજુબાજુમા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હોય દશૅન માટે મંદિર આવતાં ભાવિકો ની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે. આ ગંદકી મામલે તલાટી કમ મંત્રીને અવાર નવાર મૌખિક તેમજ લેખિત રજુઆતો કરેલ છે,પરંતુ તેમ છતાં તેનો આજદિન સુધી કોઈ નીકાલ કરવામાં આવ્યો નથી.હાલમાં વરસાદી વાતાવરણના કારણે ઉકરડામાં પાણી ભરાવવાથી મચ્છરજન્ય રોગચારો ફેલાય તેમ છે.વળી,આ ઉકરડામાંથી ગંદકી ભરેલી પ્લાસ્ટીકની થેલીઓ ગંદા ડાયપરો, સેનેટરી પેડ વગેરે રખડતા કુતરાઓ,ગાયો વિગેરે મંદિર આગળ લાવતા હોઈ લોકો ની આસ્થા દુભાય રહી છે.
તલાટી કમ મંત્રી મારફતે ગામમાં અમુક વિસ્તારમાં વર્ષમાં એકાદ વાર જે.સી.બી.મશીન મારફતે મંદિર બાજુમાં ઉકરડાની તેમજ શેરીઓના ઉકરડાની સાફસફાઈ થાય છે.પરંતુ સફાઈ કર્મચારીઓ મારફતે દરરોજ નિયમીત સાફસફાઈ કરવામાં આવતી નથી તેથી લાંબા ગાળે મોટો ઉકરડો બને છે અને મંદીરની આજુબાજુ ગંદકી વાળું વાતાવરણ પેદા થાય છે જેથી શ્રદ્ધાળુઓ- દર્શનાર્થીઓને મંદીર પાસે બેસતા પણ સંકોચ થાય છે.
ગ્રામ પંચાયત દ્વારા ધરવેરાની સાથે સફાઈ વેરો વસુલ કરવામાં આવે છે પરંતુ સદર નાણાંનો ઉપયોગ સાફસફાઈ કરવામાં યોગ્ય રીતે કરવામાં આવતો નથી. પંચાયત ધારાની અનુસુચિ-૧-૨ અને ૩માં સાફ સફાઈ અને સ્વચ્છતા બાબતે આદેશાત્મક જોગવાઈ કરેલ છે તેમ છતાં તલાટી કમ મંત્રી આ જોગવાઈઓનું પાલન કરતા નથી અને ગામના ધણા બધા વિસ્તારમાં તેમજ મંદીરની આજુબાજુ ગંદકીભર્યા ઉકરડાના ઢગલાઓ જેમના તેમ ઘણા લાંબા સમય સુધી પડયા રહે છે જેમાં ચેપી રોગ ફેલાવતા જીવજંતુઓ પણ પેદા થઈ શકે તેમ છે અને તેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા રહેલી છે.