જગન્નાથ મંદિર ટ્રસ્ટે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લઈ રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવ્યું

પાટણ
પાટણ

નાયકા દેવીની ભૂમિકા અદા કરનાર ખુશી શાહ પાટણની રથયાત્રામાં હાજરી આપશે: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે રવિવારે આયોજિત કાર્યક્રમમાં પધારેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ યુનિવર્સિટી ગેસ્ટહાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત લઇ ભગવાન જગન્નાથજી ની ફોટો પ્રતિમા અર્પણ કરી ગુજરાતના બીજા નંબર ની પાટણ શહેરમાંથી બપોરના બે કલાકના સમયે નીકળતી રથયાત્રામાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

જોકે જગન્નાથ મંદિર ટ્રસ્ટદ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉપસ્થિત રહેવા માટે આપેલા આમંત્રણ બદલ મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કરી અષાઢી બીજ ના દિવસે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના કાર્યક્રમને લઈને તેઓ પાટણ ની રથયાત્રામાં હાજરી આપી શકે તેમ ન હોવાની દિલગીરી વ્યક્ત કરી ભગવાન જગન્નાથજી ની 142 મી રથયાત્રા ની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણે નાયકા દેવી ફિલ્મની મુખ્ય ભૂમિકા અદા કરનાર અભિનેત્રી ખુશી શાહને પણ રૂબરૂ મળી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા માં પધારવા નિમંત્રણ પાઠવતાં ખુશી શાહે પાટણ માથી નિકળતી અષાઢસુદ બીજ ની રથયાત્રા માં ઉપસ્થિત રહેવા માટે સંમતિ આપી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના આમંત્રણ નો સહષૅ સ્વિકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.