
સીધાડા નેશનલ હાઈવે પર પસાર થઈ રહેલી ઘાસ ભરેલી આઈસર વીજ તારને અડી જતા આગ ફાટી નીકળી
સીધાડા ગામ નજીક નેશનલ હાઇવે પરથી પૂડા ભરેલી આઈસર ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે ઈલેક્ટ્રીક વાયરના કારણે પુડા ભરેલી આઈસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જોકે ચાલકની સમય સુચકતા થી તેનો આબાદ બચાવ થતાં લોકો એ રાહત અનુભવી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ સોમવારની સાજે સીંધાડા ગામેથી સૂકો ઘાસચારો ભરીને કચ્છ તરફ જઈ રહેલ આઈસર ટ્રકને ઈલેક્ટ્રી વાયર અડકી જતાં આઈસરમાં આગ ભભૂકી ઉઠી હતી.ઘાસના પુળા ભરેલ આઈસરમાં આગ લાગવાની ધટનાને પગલે અફડાતફડી મચી જવા પામી હતી.તો સદનસીબે ડ્રાઇવરની સમસૂચકતા ના કારણે તેનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો . સૂકા ઘાસના પુળા ભરેલ આઇસર ટ્રકમાં આગ લાગતા આઈસર ટ્રક બળીને રાખ થઇ ગઈ હતી. તો બનાવની જાણ ફાઈર વિભાગ ને કરાતા તેઓએ ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હોવાનું જાણી શકાયું નથી.