પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મામલે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અપાયું
જમીન સંપાદન અને નોધ પાડવાની કામગીરી પૂર્વે ખેડૂતો ને વિશ્વાસમાં લેવા માંગ કરાઈ: ભારત માલા પ્રોજેક્ટ ને લઇ બનાસકાંઠાના ખેડૂતો ને વિશ્વાસમાં લીધા વગર તેઓની જમીન સંપાદન કરવામાં આવી હોય ત્યારે થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ હાઇવે અંતર્ગત પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતના પશ્નોનું ઠોસ નિરાકરણ ના આવે ત્યાં સુધી ખેડૂતો ની જમીન સંપાદન થતાં સર્વે નંબર ના 7/12 ઉતારામાં સંપાદન ની નોંધ ના પાડવાની અને ખેડૂતો ને વિશ્વાસ મા લઈને આગળ ની કાયૅવાહી કરવાની માગ સાથે પાટણ જિલ્લાના ખેડૂતો એ ગુરૂવારે પાટણ જિલ્લા પ્રાત અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા ના ખેડૂતો દ્રારા ઉપરોક્ત વિષય અનુસંધાને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના ખેડૂતો ની રજુવાત છે કે 3 એ ના જાહેરનામાં બાદ ખેડૂતોના પ્રશ્નો નું સંતોષજનક નિરાકરણ લાવી જી.પી.સી.બી ના ક્રિયરિંગ વખતે ખેડૂતો ના લેખિત અને મૌખિક પ્રશ્નોનું હજુ સુધી સંતોષજનક પરિણામ કે કોઈ નિરાકરણ આવેલ નથી,સર્વિસ રોડ કે આવવા-જવાના રસ્તા કે ચોમાસામાં flood લાઈનોને ધ્યાને લીધેલ નથી ત્યારે આ બાબતે સર્વે કરવો, જમીનના મૂલ્યાંકન બાબતે જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા મૂલ્યાંકન કરતી વખતે અસરગ્રસ્ત ખેડૂત કે ખેડૂત પ્રતિનિધિઓ ની હાજરી માં મૂલ્યાકન કરાવવા સહિત ની રજુઆત સાથે ખેડૂતો ના પ્રશ્નો નું સંતોષજનક નિરાકરણ ના આવે ત્યાં સુધી જમીન સંપાદન કે નોથ પાડવાની કાર્યવાહી હાથ ન ધરવા ખેડૂતો એ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.