ચાણસ્માના ચંદ્રુમાણા ગામે પિતરાઇ ભાઇ-બહેનના મૃતદેહ શોધવા ફાયર ફાઈટર ટીમ સાથે આખું ગામ જોડાયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ચંદ્રુમાણા ગામ નજીક ગઇકાલે સાંજાના સુમારે પિતરાઈ ભાઈ બહેન કેનાલમાં પડવાની ગોઝારી ઘટના સામે આવી હતી. જેમાં ભાઇને બચાવવા જતાં બહેનનો પણ લપસી જતાં બંને કેનાલમાં પડ્યા હતાં. નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે શોધખોળ હાથ ધરી હતી

ત્યારે ઘટનાના 24 કલાક બાદ બંને ભાઈ-બહેનમાંથી એકનો પણ મૃતદેહ ન મળતાં ગ્રામજનો કેનાલ ઉપર બેસી રહ્યા છે. આ બાબતે પાટણનાં ધારાસભ્યને જાણ કરાતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી એનડીઆરએફની મદદ માટે જિલ્લાનાં પ્રાંત અધિકારી અને કલેક્ટર સાથે ટેલિફોન વાત કરતા એનડીઆરએફની ટીમને બોલાવવા માટે ખર્ચ થતો હોય તેવું જણાવતાં આ બાબતે ધારાસભ્યે રાજ્યના રેવન્યુ મિનિસ્ટરને સધળી હકીકતથી વાકેફ કરતાં તેઓએ તાત્કાલિક આ બાબતે પાટણ જિલ્લા પ્રશાસનને આદેશ કરી એનડીઆરએફની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

પાટણના કંબોઈથી ચંદ્રુમાણાની સીમ વિસ્તારમાં આવેલી કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબી ગયા હતા. કેનાલ પાસે પગ લપસતાં ભાઈ ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતાં બહેન પણ ડૂબવા લાગી હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો, પરિવારજનો અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમે બન્ને ભાઈ બહેનની શોધખોળ હાથ ધરી હતી. જોકે, ઘટનાના 15 કલાક બાદ બંને ભાઈ-બહેનમાંથી એકનો પણ મૃતદેહ મળ્યો નથી. કેનાલમાં ડૂબેલા ભાઈ બહેન પરિવારના એકના એક સંતાન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.