પાટણના બાલીસણા-બબાસણા માર્ગ પરની કેનાલના બોરી બંધ માથી બબાસણા ના યુવાનની લાશ મળી
પાટણ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત બાલીસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી: પાટણ તાલુકાના બાલીસણા-બબાસણા ગામ વચ્ચે થી પસાર થતી સુજલામ સુફલામની કેનાલમાં પાણીના આવરાને સંગ્રહિત કરવા બનાવાયેલા બોરી બંધ માં બુધવાર ની સવારે એક યુવાનની લાશ મળી આવી હોવાની ઘટનાની જાણ પાટણ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિત બબાસણાના તલાટી તેઓએ ઘટના સ્થળે પહોંચી બાલીસણા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી લાશને પાણી માથી બહાર કાઢી લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાશ ને મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બબાસણા ગામના ભાર્ગવ સિંહ રાજપુતે કોઈ કારણોસર આત્મહત્યા કરી છે કે તેઓની હત્યા કરવામાં આવી છે તે બાબતે મૃતકના પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે. જોકે આ બનાવના પગલે મૃતક ના પરિવારજનો અને બબાસણા ના ગ્રામજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.