પાટણના સમી પાસે પસાર થતી બનાસ નદીમાં દંપતી નાહવા જતાં ડૂબ્યું બેના મોત
સમીના ખરચરીયા (જયરામનગર)પાસે પસાર થતી બનાસ નદીમાં સોમાવરે ગામના રહીશ કિરણભાઈ અને તેમની પત્ની નૈના બેન બપોરના સમયે નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે પત્ની ડૂબતા લાગી હતી. જેથી તેને બચાવવા જતાં પતિ પણ નદીમાં ડૂબ્યો હતો. આ દરમિયાન ત્યાં નજીકમાં ઘેટાં ચરાવતા શખ્સને જાણ થતાં તે બચાવવા દોડી આવ્યો હતો. આ શખ્સે દંપતી પૈકી પતિને બચાવી લીધો હતો. જોકે, પત્નીને બચાવવા જતાં આ શખ્સ પણ ડૂબવા લાગ્યો હતો. સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ઘેટા ચરાવતો શખ્સ અને મહિલાનો માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો.
ઘેટાં બકરા ચરાવતા માંડવી ગામના રહેવાસી ઠાકોર તેજાજી જીવાજી તરત જ દંપતીને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા. જોકે, કિરણ ભાઈ ઠાકોરને બચાવી લેવાયો હતો પરંતુ નૈનાબેનને બચાવવા જતાં આ તેજાજી પણ ડૂબવા લાગ્યા હતા.
ગ્રામ પંચાયતના તલાટી કમ તેમજ વહીવટદાર અને તાલુકા વહિવટી તંત્ર પણ બનાવની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. બે કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા બન્ને લોકોને સ્થાનિક તૈરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતા. તેમજ બન્નેને સમી રેફરલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા.
સમી પોલીસે જણાવ્યું હતું કે, પતિને બહાર કાઢી સ્થાનિક વ્યક્તિ મહિલાને બચાવવા પાણીમાં જતા ભરપૂર પાણીમાં તે વ્યક્તિ પણ ડુબી ગયો હતો. બંનેનો મૃતદેહ શોધી પોલીસે બન્નેના મૃતદેહને પીએમ અર્થે સમી ખેસડી આગળની તપાસ હાથધરી છે.