પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા 1878થી ઉજવણીનો પ્રારંભ કરાયો

પાટણ
પાટણ

સમગ્ર એશિયાના સૌ પ્રથમ ગણેશ ઉત્સવની શરૂઆત ઐતિહાસિક નગરી પાટણથી થઈ હતી. હાલ પાટણમાં 146 માં ગણેશ ઉત્સવની ધાર્મિક વિધિવિધાન અને ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે.સમગ્ર ભારત ગણેશઉત્સવની ઉજવણી માં રંગાઈ જવા પામ્યો છે ત્યારે ગણેશ ઉત્સવ એટલે મહારાષ્ટ્રીયન પરિવારોનો અનોખો મહોત્સવ. સૌ કોઈ લોકો આ ઉત્સવને શ્રદ્ધા સાથે માનવી રહ્યું છે. લોકમાન્ય તિલકે સ્વાતંત્ર સંગ્રામની ચળવળ માટે ગણેશ ઉત્સવની શરૂઆત 1893માં કરી હતી. જ્યારે પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો એ ગણેશ ઉત્સવની શરૂઆત 1878માં કરી હતી. જેના પુરાવા હાલમાં સરકારી ગેજેટમાં પણ હયાત છે માટે પાટણ થી ગણેશ ઉત્સવ ની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રાચીન ગણેશ ઉત્સવની પરંપરા હાલમાં પણ અંકબદ્ધ જળવાઈ રહી છે. 146માં ગણેશ ઉત્સવની હાલ ગણેશ વાડીમાં ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે.


પાટણના પ્રાચીન ગણેશ ઉત્સવની ખાસિયત એ છે કે ગણેશજીની પ્રથમ મૂર્તિ જે બનવવામાં આવી હતી તે મૂર્તિના માટીના અંશ આજે બનાવેલ મૂર્તિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે. સાથે મૂર્તિ બનાવતી વખતે સતત ગણેશજીના જાપ કરી મૂર્તિ બનાવવામાં આવે છે અને સંપૂર્ણ આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે તો આ પ્રાચીન ગણેશ ઉત્સવનો સરકારી ગેજેટ મા પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.આ પ્રાચીન ગણેશજીનું વિસર્જન અનંત ચતુદર્શીના શુભમુહૂર્તમાં કરવામાં આવે છે અને તે દિવસે જે કોઈ ભક્ત ભગવાન પાસે મનોકામના રાખે છે તે ચોક્કસ થી પુરી થાય છે તેટલી ભક્તો ની શ્રધ્ધા ગણેશજી પર છે અને 11 દિવસ ખુબજ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવ ઉજવાય છે.ગણેશ વાડી માં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે જેમાં ચાલુ સાલે ગણેશ ચતુર્થી , ઋષિ પંચમી , જ્યેષ્ઠા ગૌરી આહવાન , પૂજન અને વિસર્જન , નવમી , દશમી , પરિવર્તની એકાદશી , શનિ પ્રદોષ અનંત ચતુર્દશી સત્યનારાયણ ભગવાનની કથા પુજા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનુ સાવૅજનિક ગણેશ ઉત્સવ સમિતિ એ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.