વન રક્ષક પરીક્ષાના પરિણામ ના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન સાથે ઉમેદવારોએ રેલીયોજી આવેદનપત્ર આપ્યું

પાટણ
પાટણ

ઉમેદવારોના હિતમાં નિર્ણય નહીં કરાય તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી અપાઈ: પાટણમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો અને વન રક્ષક ભરતીના ઉમેદવારો એ શુક્રવારે શહેર ના ટીબી ત્રણ રસ્તા ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોચી તાજેતરમાં મંડળ દ્વારા વનરક્ષકની પરીક્ષાના જાહેર કરેલ પરિણામ સામે વિરોધ વ્યક્ત કરી સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતી માં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્કસ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરી ઉમેદવારો ની માંગ પુરી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

પાટણ કલેકટર કચેરી ખાતે વિદ્યાર્થી સંગઠન અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અને વનરક્ષક પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરતા જણાવ્યું હતું કે CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને લઈને અનેક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપ ઉઠ્યા છે. આ પદ્ધતિને લઈ તેમણે ખામી દર્શાવતા કહ્યું કે, TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ અપાય છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે.

ખાસ કરીને ફોરેસ્ટનાં દરેક ઉમેદવાર ની માંગણી છે કે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇ ઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ કર્યા બાદ કોને કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા ,કેટલા માર્ક્સ ઉમેદવાર ને આવ્યા તે દરેક માહિત કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિધ્ધ કરવામાં આવે.

અમે આ આવેદનપત્ર ના માધ્યમ થી દરેક વિદ્યાર્થી વતિ વિનંતી કરીએ છીએ કે આ CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે, અને આ પદ્ધતિ નો ભોગ સૌથી વધારે “મહેનતુ વિદ્યાર્થી” બન્યા છે, માટે દરેક ઉમેદવાર ને સમાન અવસર મળે તે માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડ ની જેમ ઓફલાઈન મોડ થી પરીક્ષા નું આયોજન કરવામાં આવે તેમ વિદ્યાર્થી સંગઠન દ્વારા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.