પાટણ શહેર પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ
પાટણ શહેરના મુખ્ય માર્ગો ઉપર વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા મંગળવારે ખાસ ઝુંબેશ નગરપાલિકાના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સ્વચ્છતા શાખા દબાણ સેલ દવરા પોલીસની સૂચના મળતા લાઉડ સ્પીકરથી શહેરી ફરિયાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સૂચના આપી હતી પાટણ શહેર માં આજરોજ પાલિકા ટ્રાફિક પોલીસ સહિત કાફલા સાથે બગવાડા દરવાજા થી ગૌરવ પથ થઈ રેલવે સ્ટેશન સુધી બંને બાજુના ગૌરવ પથ ઉપર ઉભા રહેતા લારી શહેરના અન્ય ફેરિયાઓને હટાવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકો ને અગાઉ થીજ જાણ કરેલી હોવાથી જાતેજ દબાણ દૂર કરી દીધા હતા એટલે પાલિકા જાણે નાટક કર્યું હોય એવું જોવા મળ્યું હતું અને માત્ર એકલ દોકલ દબાણો દૂર કર્યા હતા. રાહદારીઓ જણાવ્યું હતું એ આ દબાણ ઝુંબેશ એક નાટક હોય એવું લાગે છે જે દબાણ દૂર કરવા હોય તો કાયમી દૂર કરે તો લોકો ને રાહત થશે.