
વારાહીના બ્રાહ્મણવાસ અને દરબારવાસમાં ગરબાની રમઝટ
પાટણ જિલ્લામાં નવરાત્રીનો ઉત્સાહ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે દેશી પદ્ધતિ ગરબા રમવાની પરંપરા જળવાઈ રહી છે.ત્યારે વારાહી બ્રાહ્મણવાસમાં,દરબારવાસપરંપરા મુજબ જુનવાણી ગરબા રમાય છે.વારાહી ખાતે બ્રાહ્મણવાસ અને દરબારવાસ ખાતે સો વર્ષ જૂની માંડવી આવેલી છે અહીં માત્ર પુરુષ જ માથે પાઘડી બાંધી ગરબા રમે છે આ જગ્યાએ જૂના ગરબા ગવાય છે નાના થી મોટેરા સુધી તમામ લોકો માથે પાઘડી બાંધીને જ ગરબે રમે છે.
વારાહીમાં 100 વર્ષ જુની પરંપરાથી નવલી નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જો કે અહીં પરંપરાગત મુજબ માત્ર પુરષો જ ગરબા રમે છે. વારાહી ખાતે આવેલ બ્રાહ્મણ વાસમાં 100 વર્ષથી પણ જૂની ગરબી છે, અહીં પરંપરાગત રીતે માત્ર પુરૂષો જ ગરબે રમે છે અહીં તમામ પુરુષો નાનાથી મોટેરા તમામ લોકો માથે બાંધીને ગરબે રમે છે, અહીં જુનવાણી ગરબા ગવાય છે.