ચાણસ્મા-ખોરસમ કેનાલમાં મોતની છલાંગ લગાવનાર ત્રણેયની લાશો મળી

પાટણ
પાટણ 92

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારની બપોરના સુમારે ચાણસ્માના ભુલાપુરામાં રહેતા પરિવારની યુવતીએ અગમ્ય કારણોસર પોતાની માતા- પોતાની માસૂમ બાળકી સાથે મોતની છલાંગ લગાવતા પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બાબતની જાણ ચાણસ્મા પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે આવી કેનાલમાં ઝંપલાવનાર ત્રણેની લાશની શોધખોળ તરવૈયાની મદદથી હાથ ધરી હતી ત્યારે ઉપરોક્ત ત્રણેય લાશો શુક્રવારના રોજ તરવૈયાઓ દ્વારા કેનાલની સાયફન માં ફસાયેલી હાલતમાં શોધી કાઢતા પોલીસે ત્રણેય લાશોને બહાર કાઢી તેનું પંચનામું કરી ચાણસ્મા ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તો આ બાબતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ત્રણેની આત્મ હત્યાપાછળનું કારણ જાણવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.