પાટણ શહેર સહિત જિલ્લાના સમી અને હારીજ તાલુકામાં મોડી સાંજે વાતાવરણ પલટાયુ

પાટણ
પાટણ

હારીજ- સમી પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો: પાટણ શહેર સહિત જિલ્લાના વાતાવરણ માં ગુરુવારની મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધૂળની ડમરીઓ સાથે તે જ ગતિએ પવન ફુકાયા હતા.તો જિલ્લાના હારીજ- સમી એમ બે તાલુકામાં મીની વાવાજોડા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

હારીજ તેમજ સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો હારીજ ના અડિયા, કુકરાણા,બોરતવાડા મા વરસાદ  પડ્યો હતો જયારે સમીના ઝીલવાણા, વરાણા સહિત ના પથક મા પણ ભારે પવન સાથે વરસાદ વરસતા અતિશય ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.