હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આગામી 19 સપ્ટેમ્બરથી 33મો ત્રિ-દિવસીય યુવક મહોત્સવ યોજાશે

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ચાલુ વર્ષે યુવા વિદ્યાર્થીઓ માટે આગામી 19થી 21 સપ્ટેમ્બર ત્રિ-દિવસીય 33માં યુવક મહોત્સવ નું આયોજન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. હેમ.ઉ.ગુ. યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગઈકાલે કુલપતિ ડો. જે .જે .વોરાના અધ્યક્ષસ્થાને સ્ટુડન્ટ વેલફેર બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની અંદર રહેલા કૌશલ્યને બહાર લાવવા માટે અને સ્ટેજ પરનો તેમનો ડર દૂર કરવા માટે યુવક મહોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તા .19થી 21 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે 33માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સ્પર્ધાઓની 25 સ્પર્ધાઓ યોજવાની છે. જેમાં અંદાજે ઉત્તર ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોના 1000 જેટલા વિદ્યાર્થીઓ આ યુવક મહોત્સવમાં ભાગ લેવાના છે. આ મહોત્સવમાં ભાગ લેનારી કોલેજોને પોતાના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. યુનિવર્સિટી દ્વારા ભાગ લેનારાં વિદ્યાર્થીઓની રહેવાની અને જમવાની બંનેની વ્યવસ્થા કરાશે. તેમજ આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વેસ્ટ ઝોન યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તક મળશે.,બોર્ડની બેઠકમાં રજીસ્ટ્રાર ડો.રોહિત દેસાઈ, કારોબારી સભ્ય શૈલેષ પટેલ, શારીરિક શિક્ષણ નિયામક ડૉ.ચિરાગ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.