
સિધ્ધપુર દ્વારા તેજસ્વી તારલા નવનિયુક્ત અને નિવૃત કર્મચારીઓનું સન્માન કરાયું
શ્રી પાંચસો પાટણવાડા રાવત (સેનમા) વિકાસ મંડળ, સિધ્ધપુર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ નવનિયુક્ત અને નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અઘ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના વરદ હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મને ખ્યાલ છે ટ્રસ્ટ બન્યા પછી શરૂઆત 17 વર્ષથી એક ધારી સેવા ચાલ્યા કરે છે જે આનંદની વાત છે જેમાં સમાજના લોકોને ત્રણ ફાયદા થાય છે જેમાં પહેલો ફાયદો એ કે મંદિરમાં સરસ દર્શન કરવાથી ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સમૂહમાં કાર્યક્રમોમાં જોડાવવાથી સમાજની ભાવના વધારો થાય છે. આવા અદભુત કાર્યક્રમ કરવા બદલ સર્વને હું દિલથી બિરદાવું છું. જ્યારે આ મંદિરની શરૂઆત કરવાની હતી ત્યારે બા હંસાબાએ જાતે આવીને અહીંયા ખાતમુર્હુત કર્યું હતું. સમાજના ભાઈઓને મારી વિનંતી છે કે સમાજ સાથે ચાલવાથી અને સમાજની પ્રગતિ થાય તે પ્રમાણે આયોજન કરવાની ખાસ જરૂર છે. આપ સૌ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને આગળ વધો.
કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજના ભાઈઓ ભેગા મળીને આવું આયોજન કરો કે જેનો લાભ છેવાડાના માનવીઓને મળે. આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈએ એની વ્યવસ્થા કરવી જોઈએ આજના જમાનામાં તમે ભણો છો. કેવા પ્રકારનું ભણો છો એ ભણતર આપણા શુ કામમાં આવે અને આપણે સમાજને ઉપયોગી થાય તે પ્રકારની જાગૃતતા ફેલાવીએ. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સંગઠનનાં હોદ્દેદારો વિક્રમસિંહ ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ – ચેરમેન એ.પી.એમ.સી. સિધ્ધપુર, સોનલબેન ઠાકર – ઉપ પ્રમુખ નગરપાલિકા, વંદનીય પ્રકાશબાપુ ગુરૂગાદી રામજીમંદિર, અપૂર્વ રાવત, લાલજીભાઈ રાવત ઉપસ્થિત રહ્યા હતા.