
તાલુકાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર -2023નું અંબાજીપુરા પ્રાથમિક શાળામાં આયોજન કરાયું
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ માર્ગદર્શિત તથા બી.આર.સી. ભવન, સરસ્વતી આયોજિત તાલુકા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર -2023 નું આયોજન અંબાજી પૂરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં તાલુકાના 19 જેટલા ઈનોવિટીવ શિક્ષકોએ ભાગ લઈ, પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા.
જેમાં સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઈનોવેટિવ શિક્ષક દિલીપસિંહ ગોહિલ દ્વારા વિજ્ઞાન વિષયમાં અધ્યયન નિષ્પત્તિ આધારિત વ્યવહારિક પ્રયોગો અને અધ્યાપન કાર્ય નામનો નવતર પ્રયોગ તાલુકા કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમાં ઇનોવેટીવ શિક્ષક દિલીપસિંહ ગોહિલ દ્વારા અધ્યયન નિષ્પતિ આધારિત કેટલાક પ્રયોગો પ્રદર્શિત કરાયા હતા. તાલુકા કક્ષાએ વામૈયા પ્રાથમિક શાળાના પ્રતિનિધિત્વને શાળા વ્યવસ્થાપન સમિતિ, આચાર્ય અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા