જિલ્લાનાં 9 તાલુકાના 9 ગામોમાં કુલ 3868 લોકોની લોકભાગીદારીથી સ્વચ્છતા હી સેવા-2024 અભિયાનો પ્રારંભ
સ્વચ્છતા શપથ, એક પેડ માં કે નામ,સ્વચ્છતા રેલી તથા જાહેર સ્થળોની સફાઈ કરાઈ: “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ આધારીત સ્વચ્છતા હી સેવા-2024 અભિયાનની શરૂઆત સમગ્ર રાજ્યમાં થઈ ચૂકી છે. રાજ્યના તમામ જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામો તેમજ શહેરોમાં આ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના નવ તાલુકાઓ સહભાગી બન્યા છે. અભિયાનની શરૂઆતના પ્રથમ દિવસે જિલ્લાના નવ તાલુકાના નવ ગામોના 3,868 લોકોએ પોતાની ભાગીદારી નોંધાવી ને આ અભિયાનને સફળ બનાવ્યું છે.
પાટણ તાલુકાના સંડેર ગામે “સ્વચ્છતા હી સેવા -2024” અભિયાન અંતર્ગત નિયામક,તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા પંચાયત પાટણના તમામ સ્ટાફ દ્વારા સ્વચ્છતા શપથ, એક પેડ માં કે નામ, સ્વચ્છતા રેલી તથા જાહેર સ્થળોની સફાઈની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના વાયડ ગામે પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા પંચાયત સરસ્વતીના તમામ સ્ટાફ દ્વારા સ્વચ્છતા શપથ,એક પેડ માં કે નામ, સ્વચ્છતા રેલી તથા જાહેર સ્થળોની સફાઈની પ્રવુતિઓ હાથ ધરવામાં આવી હતી.
સિદ્ધપુર તાલુકાનાં ખોલવાડા ગામે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ, સરપંચ ખોલવાડા ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સદસ્યો તથા ગ્રામજનો તથા તાલુકા પંચાયત તમામ સ્ટાફ દ્વારા સ્વચ્છતા જાહેર સ્થળોની સફાઈની પ્રવુતિઓ કરી શુભારંભ કરવામાં આવ્યો. ચાણસ્મા તાલુકાનાં કેશણી ગામે તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યો તથા ગ્રામજનો તથા તાલુકા પંચાયત તમામ સ્ટાફ દ્વારા સ્વચ્છતા જાહેર સ્થળોની સફાઈની પ્રવુતિઓ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.