યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ વિકાસની બહુ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભોજન મામલે ભુખ હડતાલ કરી
જ્યાં સુધી નવીન ભોજન કોન્ટ્રાક્ટરની નિમણૂક નહીં કરાય ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખવાની ચીમકી: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં આવેલી આદિજાતિ વિકાસની બોયઝ હોસ્ટેલમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તા વાળું ભોજન અપાતા છાસવારે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે હલકી ગુણવત્તાવાળા ભોજનને લઈને બુધવારે આદિજાતિ હોસ્ટેલના 200 જેટલા વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા.
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આ આદિજાતિ બોયસ હોસ્ટેલ પાલનપુર દ્વારા સંચાલિત હોય અગાઉ પણ કમિશનરે આ હોસ્ટેલની મુલાકાત લઈ તમામ પ્રકારની જવાબદારી લઈ યોગ્ય કરવાની ખાતરી આપી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ઉધવા માટે ના ગાદલાઓ સહિત હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતા હોવાના મામલે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. અને 200 જેટલા વિદ્યાર્થીઓએ બુધવારે ભૂખ હડતાલ પર ઊતરી જ્યાં સુધી નવીન ભોજન કોન્ટ્રાક્ટર માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં નહીં આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ યથાવત રાખવાનું આહવાન વિદ્યાર્થીઓએ કયુઁ હતું.