રાધનપુર શહેરી વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ રહેતાં વિદ્યાર્થીઓ ગટરનાં ગંદા પાણીમાં ચાલવા મજબૂર
રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ લાલબાગના રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ રહેતાં ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે. વિદ્યાર્થીઓ ગટરનાં ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. લાલબાગ સહિત અન્ય સોસાયટીના જવાના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે. માર્ગ પર ઉભરાતી ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને સ્થાનિક વેપારીઓ રહીશોમાં પાલિકા સામે ભારે રોષ વ્યાપ્યો છે.
શહેરી વિસ્તારમાં આવેલ લાલબાગ, શેરબાગ સહિત અન્ય સોસાયટીના રહીશો દ્વારા નાયબ કલેક્ટરને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ અને ઉભરાતી ગટરોના સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે.