પાટણના સંખારીમાં 15 દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ : તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ રજૂઆત કરી

પાટણ
પાટણ

પાટણ તાલુકાના સંખારી ગામમા લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારા ઉલેચતા ગ્રામજનોને રાત્રીના સમયે તેમજ વહેલી સવારે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોવાની તાલુકા પંચાયત વિપક્ષના નેતા સોહન પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે.સોહન પટેલે જણાવ્યું કે, પાટણ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ છેલ્લા 15 દિવસથી અડધા સંખારી ગામમાં એક પણ સ્ટ્રીટ લાઈટો કે સંખારી ગામના મેઈન બસ સ્ટેન્ડ ઉપર એલીડી હાઈમાસ્ટ પોલ રીપેરીંગ થયા નથી. લોકોને આખી નવરાત્રી અંધારામાં કરવી પડી છે અને દિવાળી પણ અંધારામાં કરવી પડશે કે શું ? એવો સવાલ કરી તાલુકા પંચાયત વિપક્ષના નેતા દ્વારા આ બાબતે ત્વરિત પગલા ભરાય તેવી માગણી કરવામાં આવી હતી.


જવાબદાર અધિકારી દ્વારા સંખારી ગામમાં આવીને ગામ લોકોના પ્રાણ પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓ બાબતે જાણકારી મેળવીને તે પુરી પાડવા કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સોમવાર સુધી હાલના સંખારી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની બદલી નહીં થાય તો ગામનો એકપણ નાગરિક એક પણ રૂપિયાનો વેરો ભરશે નહીં અને પંચાયત ઓફિસ આગળ તાળાબંધી કરવામાં આવશે. એવી ચિમકી વિપક્ષના નેતા સોહન પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.