
પાટણ ખાતે રાજ્યકક્ષાની અંડર 14 બહેનોની બાસ્કેટ બોલ સ્પર્ધાનો પ્રારંભ
પાટણ શહેરના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયકક્ષાની શાળાકીય અંડર 14, 17 અને 19 બાસ્કેટબોલ (બહેનો) સ્પર્ધાનો આજથી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીની ઉપસ્થિત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા રાજ્ય કક્ષાની અંડર 14 બહેનોની બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજ્યની 32 ટીમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો ત્યારબાદ વારફરતી અંડર 17 અને 19ની રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. રાજ્ય કક્ષાની વિજેતા જાહેર થયેલી ટીમના ખેલાડીઓનું સિલેક્શન કરી રાજ્યકક્ષાનું પ્રતિનિધિતવ કરી નેશનલ કક્ષાએ રમવા જશે. બાસ્કેટ બોલ સ્પર્ધા સ્થળે તાલુકા આરોગ્ય ટીમ પણ ઉપસ્થિત રહી હતી.
પાટણ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી નરેશ ચૌધરી, સરદાર પટેલ રમત ગમત વિકાસ અધિકારી કિરણ પટેલ, બાબુભાઈ ચૌધરી, પાટણ યુનિ શારીરિક શિક્ષણ વિભાગ પ્રોફેસર વીનુભાઈ ચૌધરી, બાસ્કેટ બોલ કોચ શમિષ્ટાબેન ,રાજની પટેલ, વ્યાયામ મંડળના કુબેર ચૌધરી, કિરીટ પટેલ, ઇકબાલ પઠાન અને પી ડી ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.