પાટણ જિલ્લામાં પ્રથમવાર રાજ્યકક્ષાની ફુટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યુ

પાટણ
પાટણ

પાટણમાં રાજ્યકક્ષાની 61મી સુબ્રોતો કપ અને જુનિયર અંડર-17 બહેનો માટે ફુટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાનું આયોજન તા.04.08.2022 થી તા.07.08.2022 સુધી સરદાર પટેલ રમત સંકુલ, અનાવાડા દરવાજા, પાટણ ખાતે કરવામાં આવ્યુ છે.

24 જિલ્લામાંથી ટીમ આવેલી છે જેમાં 450 જેટલી બહેનોનો સમાવેશ થાય છે. જેમના રહેવા-જમવાની વ્યવસ્થા જિલ્લા રમત પ્રાશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધામાં તા.07.08.2022ના દિવસે ફાઈનલ મેચ રમાડવામાં આવશે જેમાં વિજેતા ટીમ દિલ્હીમાં નેશનલ લેવલ પર ફુટબોલ મેચ રમવા માટે જશે.

સુબ્રોતો કપ અં-17 બહેનો માટેની આ ત્રણ દિવસીય રાજ્યકક્ષાની સ્પર્ધામાં નોક આઉટ સિસ્ટમથી ક્વોલિફાઈડ રેફરી દ્વારા રમત રમાડવામાં આવશે. જેમાં કોઈ પણ બ્રેક વગર આખા દિવસ દરમિયાન ફુટબોલ મેચ ચાલશે. જે ટીમ પરાજીત થશે તે સીધી જ સ્પર્ધામાંથી બહાર થઈ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.