ઉત્તર ગુજરાત વીજ કંપનીનાં જ અધિકારીઓના ઘેર તથા વીજ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવાનાં શ્રીગણેશ

પાટણ
પાટણ

પાટણ શહેર અને જિલ્લાનાં હજારો વીજ ગ્રાહકોનાં હાલનાં ડિઝીટલ મિટરો બદલીને નવા સ્માર્ટ વીજ મિટરો નાંખતાં પૂર્વે શહેર અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને સરકારી વસાહતોમાં વીજમીટરો બદલવામાં આવશે. ત્યારબાદ વીજ ગ્રાહકોના મીટરોને બદલાશે. આ નિર્ણયનાં પગલે પાટણ ખાતેની ઉત્તર ગુજરાત વીજ કંપનીનાં જ અધિકારીઓના ઘેર તથા વીજ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવાનાં શ્રીગણેશ કરાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં તાજેતરમાં વિવિધ શહેરી વિસ્તારોમાં ડિઝીટલ વીજ મીટરો બદલીને સ્માર્ટ મીટરો નાંખવામાં આવ્યા બાદ ઊંચી રકમનાં વીજ બીલો આવતાં હોવાની ફરિયાદો વીજ ગ્રાહકોમાંથી ઉઠતાં તે અંગે ભારે ઉહાપોહ થયા બાદ વીજ કંપનીઓએ હાલ પૂરતો આ નિર્ણય ટાળી દીધો છે. પરંતુ વીજ કંપનીએ તેનાં વીજ ગ્રાહકોનાં સ્માર્ટ મીટરો માટેનું ભ્રમ નિરસન કરવા અને વીજ ગ્રાહકોમાં વિશ્વાસ પેદા કરવા માટે પાટણ શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મુકવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે પાટણની ગાંધીબાગ ખાતેની યુજીવીસીએલની પાટણ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા પાટણ નગરપાલિકા, પાટણ રેલ્વેસ્ટેશન માટે રેલ્વે ડિવીઝનલ મેનેજર, પાટણની માર્ગ મકાન વિભાગની રાજ અને પંચાયત કચેરી, પાટણ તાલુકા પંચાયત કચેરી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ મામલતદાર કચેરી, પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સહિત મોટાભાગની કચેરીઓને પણ લેખિતમાં જાણ પણ કરી દીધી છે. હાલ માં સ્માર્ટ મીટર લગાવાની શરૂઆત પણ થઇ ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સરકારની કચેરીઓને લખાયેલા પત્રોમાં જણાવાયું છે કે, હાલમાં ઉ.ગુ.વી.કં.લી. દ્વારા તમામ માનવંતા વીજ ગ્રાહકોના વીજ સ્થાપન પર તેમજ તમામ સરકારી કચેરીઓમાં ડીઝીટલ મીટરો લગાડવામાં આવેલ છે. વખતો-વખત સરકારના માર્ગદર્શન હેઠળ તેમજ નવીન ધારા- દોરણો મુજબ, નવીન યોજનાઓ અમલમાં આવતી હોય છે. જે અનુસંધાને હાલમાં સરકારની આરડીએસએસ યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં આવતી ઉ.ગુ.વી.કં.લી.ની ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે નાંખવામાં આવેલ 11 કે.વી. એચ.ટી. લાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવી તેમજ ઉ.ગુ.વી.કં.લી.ના તમામ વીજગ્રાહકો તથા તમામ સરકારી કચેરીઓમાં લગાડવામાં આવેલ ડીઝીટલ મીટરો બદલી નવીન સ્માર્ટ મીટરો લગાડવાની કામગીરી કરવા જઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.