હારિજ પંથકમાં પ્રથમ વરસાદમાં હેકટરમાં ખરીફ પાકનું વાવેતર
હારિજ તાલુકામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદ પછી કિસાનો વાવેતરમાં જોતરાયા છે.જેમાં ખરીફ પાકના વાવેતર શરૂ થયા પછી માત્ર 5 દિવસમાં 5700 હેકટરમાં કઠોળ બાજરી અને ઘાસચારાના વાવેતર થયા છે. હારિજ તાલુકામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ મહેર કરતા કિસાનો ખરીફ પાકની વાવણીમાં જોડાઈ ગયા છે. કઠોળ અને ઘાસચારાના વાવેતર કરતા માત્ર 5 દિવસમાં અડદ 3 હજાર હેકટર, ઘાસચારો જુવાર 2 હજાર હેકટરમાં, ગવાર 140 હેકટર, બાજરી 50 હેકટરમાં વાવેતર થઈ ગયા હોવાનું ખેતીવાડી વિસ્તરણ અધિકારી ડી.એસ.વાઘેલાએ જણાવયુ હતું.ગત વર્ષે 2700 હેકટર અડદના વાવેતર થયુ હતુ. વરસાદથી ખરીફ પાક નિષ્ફળ ગયા હતા ચાલુ વર્ષે પ્રથમ તબક્કામાં ગત વર્ષ કરતા 300 હેકટર વધુ અડદ વાવેતર થયુ છે.અને આવનાર સમયમાં વરસાદથી વધુ વાવેતર થવાની સંભાવના રહેલી છે