સરસ્વતી APMCના ચેરમેન તરીકે સોવનજી ઠાકોર અને વાઇસ ચેરમેન તરીકે લાલાજી ઠાકોરની વરણી કરાઈ
સરસ્વતી તાલુકા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ડિરેક્ટરોની ચૂંટણીમાં 18 ડિરેક્ટરોની બિનહરીફ વરણી થયા બાદ ગુરૂવારના રોજ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ઓફિસ ખાતે સરસ્વતી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી .
ચૂંટણી અધિકારી અને જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટર એસ એન ઝાલા ની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી .જેમાં ચેરમેન તરીકે પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સોવનજી ઘેમરજી ઠાકોરની સવાનુમતે વરણી થઈ હતી .જ્યારે વાઇસ ચેરમેન તરીકે લાલાજી મોબતાજી ઠાકોરની પણ સર્વાનુમતે વરણી થવા પામી હતી .ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી થતા ટેકેદારો એ ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા .ત્યાર બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત સભ્યોએ સરદાર પટેલ ની પ્રતિમા ફુલહાર અર્પણ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા , પ્રદેશ અગ્રણી વિનયસિંહ ઝાલા , જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વિવેક પટેલ , ભાવેશભાઈ જોષી ,જલુજી ઠાકોર , મહિપત સિંહ રાજપૂત , રમેશભાઈ દેસાઈ ,રેવા ભાઈ દેસાઈ વિગેરે હાજર રહ્યા હતા.