
નોરતાના પાર્લરમાં મધરાતે તસ્કરો ત્રાટક્યા, હજારોની રોકડ ચોરી રફુચક્કર
પાટણ તાલુકાના નોરતા ગામના એક પાર્લરમાં તસ્કરો ત્રાટકતાં રોકડ રકમ સહિત અગત્યાના દસ્તાવેજ ચોરી ફરાર થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નોરતા ગામે નરભેરામ આશ્રમ નજીક આવેલ પ્રજાપતિ ગોવિંદભાઇ ધર્માભાઇ (રહે.અનાવાડા વાળા)ની શક્તિ અમુલ પાર્લરમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. ચોર ઈસમોએ પાલનું શટરવાળી અંદર પ્રવેસી દુકાન માં પડેલી રોકડ રૂ. 30 હજાર સહિત ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પતિ પત્નીના આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ, બે બાઇકની આર સી બુક ની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે માલિકને જાણ થતાં દુકાન મલિકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.