
સિદ્ધપુરનાં ખળીમાં તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી રૂ. 87,000 દાગીના ચોરાયા
સિધ્ધપુર તાલુકાનાં ખળી ગામે આવેલા ઉમિયાપરૂ વિસ્તારમાં વહેલી પરોઢ સુધીમાં એક રહેણાંક ઘરમાંથી તિજોરી તોડીને અંદરથી રૂા.87,000ની મતાનાં સોનાચાંદીનાં દાગીનાં અને એટીએમ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અને ઈકોની આર.સી. બુકની ચોરી કરી ગયા હતા.
અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાનાં ખળી ગામે ઉમિયાપરૂ વિસ્તારમાં રહેતા બાબુભાઈ શંકરભાઈ પટેલ તા. 23મીની રાત્રે પરિવાર સાથે ઘરની બહાર ખાટલા પાથરીને સુઇ રહ્યા હતા. ત્યારે આજે વહેલી પરોઢે બે વાગે બાબુભાઇ પાણી પીવા ઉઠ્યા હતા ને ફરીથી સુઇ ગયા હતાં. સવારે પાંચ વાગે ઉઠ્યા તો જાળી આડી કરેલી હતી. તેથી તેમને શંકા જતાં
તેઓએ ઘરમાં જઇને જોયું તો ઘરનાં બીજા ખંડમાં મૂકેલી તિજોરી ખુલ્લી પડી હતી. તેમાં મુકેલી ચીજવસ્તુઓ વેરણછેરણ પડી હોવાથી તેમને ચોરી થયાની શંકા જતાં તેમણે ઓશિકા નીચે મુકેલી ચાવીની તપાસ કરતાં તે મળી નહોતી. એટલે તેમણે તિજોરીને તાળુ મારેલું નહોતું.
તિજોરીમાં તપાસ કરતાં તિજોરીમાં મૂકેલો રૂા. 45000નો સોનાનો ત્રણ તોલાનો હાર, રૂા. 7.500ની સોનાની અડધા તોલાની બુટ્ટી, રૂ 30,000નું સોનાનું બે તોલાનું મંગળસૂત્ર, રૂા. 15000ની ચાંદીન 50 ગ્રામની લકી, રૂા. 3000ની ચાંદીની 100 ગ્રામની સેરો મળી કુલે રૂા. 87,000ની મતાની ચોરી કરી લઇ ગયા હતા. તથા અંદરથી એટીએમ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ અને ઇકો ગાડીની આર.સી.બુક ચોરી કરી ગયા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.