
સાંતલપુરનાં પીપરાળામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, રૂા.35,700ની રોકડ-દાગીનાની ચોરી
પાટણ સાંતલપુર તાલુકાનાં પીપરાળા ગામે એક બંધ મકાનનું તાળું તોડી ઘરમાંથી તસ્કરોએ ચોરી કરી હતી. ઘરમાં પડેલી તિજોરીમાંથી રૂા.23,000 રોકડા, રૂા. 2000ની કિંમતનાં ચાંદીનાં 300 ગ્રામનાં પગમાં પહેરવાનાં સાંકળા, રૂા.500ની કિંમતનાં ભરત ભરેલા ત્રણ નાના રૂમાલ અને બે તોરણો, રૂ1200 ની કિંમતનાં ત્રણ-ત્રણ નંગ કાંસાની થાળી, ગ્લાસ, ચમચી અને વાટકી મળી કુલે રૂા.35,700ની મતાની ચોરી કરી ગયા હતાં.
આ અંગેની મળતી માહિતી મુજબ મૂળ સાંતલપુરનાં પીંપરાળા ગામે રહેતા અને હાલ. મુંબઇ ખાતે વેપાર કરતાં રમેશભાઇ નારણભાઇ બારસણીયા (પટેલ)ને તેમનાં કાકાએ મુંબઇ ખાતે તેમનાં ઘરમાં ચોરી થયાની જાણ કરતાં તેઓ આજે તા. 3-6-23નાં રોજ સવારે પોતાનાં ગામે દોડી આવ્યા હતાં અને જોયું તો તેમનાં બંને મકાનોનાં રૂમનાં તાળા તોડેલા જણાયા હતા અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જે અંગે તેમણે ફરીયાદ નોંધાવી હતી.