આજે વહેલી સવારથી પાટણમાં ધીમીધામે વરસાદ, ટ્રાફીકજામના દ્રશ્યો

પાટણ
પાટણ

પાટણમાં ધીમીધામે વરસાદ શરૂ થયો હતો. જે બાદમાં ધોધમાર વરસાદ પડતાં શહેરના બંને ગરનાળા ભરાઇ જતાં રસ્તા બંધ થઇ ગયા હતા. જેના કારણે યુનિવર્સિટી રોડથી પાલિકા બજાર રોડ પર ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

પાટણ જીલ્લામાં આજે વહેલી સવારથી જ મેધરાજાએ પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી પંથકમાં મનમૂકીને પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. જ્યારે ભારે વરસાદના પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરીજનોને અનેક યાતનાઓ ભોગવવી પડી હતી. તો પાલિકાનાં પ્રિ-મોન્સુનની ભષ્ટ્રાચારી કામગીરીની પોલ ઉઘડી થઇ હતી. ગુરૂવારના રોજ ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદનાં કારણે શહેરનાં રેલવે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલા અંડરબ્રિજ સહિતના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થયેલા જોવા મળ્યા હતા, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂવારે સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમ્યાન પાટણમા 15 એમએમ વરસાદ પડ્યો હતો. આ સાથે સરસ્વતીમાં 37 એમ.એમ, સિદ્ધપુરમાં 48 એમએમ, હારીજમા 6 એમ.એમ, સમીમા 19 એમ.એમ, શંખેશ્ર્વરમાં 5 એમ.એમ જ્યારે સાંતલપુર, રાધનપુર અને ચાણસ્મામાં નહિવત વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.