સિધ્ધપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાના 4 આરોપીઓને મુદામાલ સાથે સિદ્ધપુર પોલીસે ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સિધ્ધપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીઓને મુદામાલ સાથે ગણતરીના કલાકોમાં સિદ્ધપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા કરેલ સુચના અનુસંધાને મે નાયબ પોલીસ અધિક્ષક કે કે પડ્યા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે બી આચાર્ય સિધ્ધપુર પો.સ્ટે. નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો સ્ટે. નોંધાયેલ વ્હોરવાડમાં મકાન નં-26 માં અજાણ્યા ચોર ઇસમોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી એક મોબાઇલ એમ આઇ કંપનીનો તથા શો પીસની એન્ટીક કાચની ડેકોરેટીવ ચીજ વસ્તુઓ આશરે નંગ-27તથા હીંચકાના સળીયા પિત્તળના નંગ-08 તેમજ દરવાજાના નકુચા પિત્તળના નંગ-06 તેમજ પિત્તળના હેન્ગર નંગ-08 તેમજ પિત્તળના હેન્ડલ નંગ-05 તેમજ પિત્તળના હિચકા લગાવવાના આંકડા તેમજ અન્ય પિત્તળની નાની ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂા 40,000 ની ચીજ વસ્તુઓની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જે ગુન્હાની ગંભીરતા સમજી સિધ્ધપુર પો.સ્ટે ના સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે બનાવ લગત વોચ-તપાસમાં રહી હુમન સોર્સીસ . સી.સી.ટી.વી તથા ટેકનીકલ એનાર્લીસીસની મદદથી ઉંડાણ પૂર્વક તપાસ મળેલ ખાનગી બાતમ હકિકત આધારે જુના ટાવર નજીકથીશફી ઉર્ફે બાબુ ઇકબાલભાઇ શેખ હાલ રહે. છુવારાફળી તા સિધ્ધપુર જી પાટણ મુળ રહે-શાહેઆલમ જીતુ ભગત કમ્પાઉન્ડ ગલી નંબર-7 શહેજાદ ક્લેટની સામે અમદાવાદ ,મુસ્તકીમ ઉર્ફે મીલા રહીમભાઇ કાઝી રહે છુવારાફળી તા સિધ્ધપુર જી પાટણ ઉંઝેફ રઝાકભાઇ મહમંદભાઇ મેમણ રહે-તાહેરપુરા તા-સિધ્ધપુર જી-પાટણ, અસલમશા ઉર્ફે બટકો હનીફશા દિવાન રહે છુવારાફળી તા.સિધ્ધપુર જી પાટણ વાળા સાથે બેગો તથા થેલીઓ તથા પ્લાસ્ટીક વીંટાળેલ મુદામાલ સાથે આરોપીઓ પકડી પાડી અનડીટેઇટ ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આગળની ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.