સિદ્ધપુરમાં પોણા બે ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થયુ છે.જેમા સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જેને લઇને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.જ્યારે ચાણસ્મામાં 10 મિમી,સમીમાં 3 મિમી અને હારીજમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.આમ જિલ્લાના ચાણસ્મા,સમી,હારીજ સહિતના વિસ્તારમાં સવારથી મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.જેમાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદથી રોડ પર પાણી વહેતા થયા હતા અને જિલ્લામાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામતાં લોકોને હાલાકીઓ ઉભી થવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.