સિદ્ધપુરમાં દેવશંકર ગુરુ મહારાજની 136મી જન્મજયંતીની ઊજવણી કરવામાં આવી

પાટણ
પાટણ

રાજ્યની ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના સામા કિનારે બિરાજમાન સ્વયંભૂ શ્રી અરવડેશ્ચર મહાદેવના પ્રાંગણમાં આવેલ તપોભૂમિ આશ્રમ એટલે પરમ પૂજ્ય દેવશંકર ગુરુ મહારાજના પાવન ધામમાં દેવશંકર ગુરુ બાપાની 136મી જન્મજયંતિની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી .આ પ્રસંગે ગુરુ મહારાજના આશ્રમે સિદ્ધપુર શહેર તેમજ આજુબાજુના ગામના લોકોની દર્શન કરવા ભારે ભીડ જોવા મળી હતી. દેવશંકર ગુરુમહારાજે આ જગ્યા પર 60 વર્ષો સુધી ઠંડી,વરસાદ અને તડકો સહન કરીને લંગોટી ધારણ કરી ઓમ નમઃશિવાય તેમજ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર,ગાયત્રી મંત્ર અનુષ્ઠાન સાથે જપતપની આરાધના કરી સમાજને દિવ્ય ચેતના આપી હતી. દેવશંકર ગુરુબાપાની જન્મજયંતી પ્રસંગે ગુરુ મહારાજના આશ્રમમાં વહેલી સવારથી બાપાની મહાઆરતી,ચરણપાદુકા પૂજન,મહાઅભિષેક,લઘુરુદ્ર તેમજ નવચંડીયજ્ઞ બાદ ભોજનપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. આમ પૂજ્ય દેવશંકર બાપાનો જન્મ ઇસ.15-11-1886ના રોજ હરગોવિંદદાસ ભટ્ટને ઘરે ધોળાભટના મહાડમાં થયો હતો. આમ માતા સરસ્વતી નદી પણ તેઓની તપસ્યામાં ખલેલ પહોંચાડતા નહોતા એવું માનવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.