યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં મહિલા પોતાનું આત્મ રક્ષણ કરી શકે તે હેતુથી સેલ્ફ ડિફેન્સ તાલીમ ફરજિયાત બનાવાશે..

પાટણ
પાટણ

પાટણ : ગતરોજ મળેલી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની કારોબારીની બેઠકમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત મહત્વનો નિર્ણય લેવામાં આવ્ય હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની નિર્મય હત્યા બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની કારોબારીની બેઠકમાં યુનીવર્સીટી સલગ્ન દરેક કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓ મુશ્કેલીની પળોમાં પોતાનો સ્વ.બચાવ કરવા આત્મનિર્ભર બને એ હેતુથી યુનિવર્સિટી સંલગ્ન દરેક કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે અભ્યાસનો એક ભાગ બનાવી સેલ્ફ-ડીફેન્સની તાલીમ યોગ્ય કરાટેના તાલીમાર્થી દ્વારા તાલીમ આપવાનો ફરજીયાત નિણૅય કરવામાં આવશે.

જે અંતર્ગત યુનિવર્સિટી કારોબારી દ્વારા ડો.સંગીતાબેન શર્મા કારોબારી સભ્ય હરેશભાઈ ચૌધરી અને સ્નેહલભાઇ પટેલની કમિટી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે .જે ટીમ દ્વારા આ સેલ્ફ ડિફેન્સની તાલીમને કઈ રીતે અમલી કરણ કરાવવી તેનાં નિયમો તેમજ તેનો અહેવાલ આગામી કારોબારી ની મળનાર બેઠકમાં રજુ કરશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.