ચાણસ્માના ઝિલિયા વાસણા નજીક કેમિકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં બજાર બંધ એલાન
પાટણના ચાણસ્મા નજીક આવનારી કેમિકલ વેસ્ટ નિકાલ પ્રોજેક્ટ કંપનીને જાકારો આપવા વિરોધમાં જોડાવવા માટે જાહેર જનતાને અપીલ કરાઈ હતી. દરમ્યાન જિલ્લાના અધિક નિવાસી ક્લેક્ટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સોમવારે જાહેરનામુ બહાર પડાયું હતું.જેમાં 30 જૂનના રોજ પ્રોજેક્ટના સ્થળે લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. જાહેરનામામાં જણાવ્યા અનુસાર લોક સુનાવણી મોકૂફ રાખવા સંદર્ભે સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા મળેલ રજૂઆતો અન્વયે આ નિર્ણય લેવાયો છે. આ અંગે સંબંધીતોને તાત્કાલિક સૂચના આપી જરૂરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી પાલનપુરને સૂચના આપી છે.પાટણ જિલ્લાના ચાણસ્મામાં આજે રોજ ચાણસ્માની પર્યાવરણ બચાવો સમિતિ દ્વારા ચાણસ્મા બંધનું એલાન આપ્યું હતું. જેને લઈ ચાણસ્મા બજાર લોકો એકત્ર થઈ પર્યાવરણ બચાવો ,પ્લાન્ટ હટાવો વનસ્પતિ બચાવો ના સૂત્રોચ્ચાર કર્યા હતા.