પાટણ શહેરના કરંડિયા વીર મંદિર નજીક ત્રાટકેલી વીજળીના દ્રશ્યો કેમેરામાં કેદ
પાટણ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી સતત એક થી દોઢ કલાક વરસેલા મુશળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. તો શહેરના પારેવા સકૅલ નજીક આવેલ છબીલા હનુમાન મંદિર અને શિશુ મંદિર શાળા માં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉદભવવા પામી હતી.પાટણ માં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસતા વરસાદ વચ્ચે શહેરના કરંડિયા વીર નજીક વીજળીનો કડાકો ત્રાટકતા કેમેરા માં કેદ થયો હતો તો આજુબાજુના લોકોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે આ વિજળી ના કડાકા ના કારણે કોઈ પ્રકારનું નુકસાન ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.