
પાટણમાં સરદાર પટેલની 148મી જન્મજયંતિની ઉજવણી
દેશના પ્રથમ નાયબ વડપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની રવિવારના રોજ 148 મી જન્મ જયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સરદાર પટેલની જ્ન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના બગવાડા દરવાજા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ અમર રહો ના નાર ગુજયા હતા.આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું. તેમજ સરદાર પટેલ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તો પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર યુથ ફાઉન્ડેશન દ્વારા બગવડા ખાતે સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર પટેલ અમર રહોના નારા લગાવાયા હતા. ભારત વિકાસ પરિષદ સહિત દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું.ભારત વિકાસ સિદ્ધ હેમ શાખા, પાટણ નગરપાલિકા ટીમ દ્વારા પણ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તો પાટણ તાલુકાના રાજપુર ગામે સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને રાજપુર ગ્રામજનો દ્વારા માલ્યાર્પણ કરાયું હતું.
બાલીસણા ગામના નાગરિકો દ્વારા આજે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ ની 148 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ગામના નાગરિકો આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી તથા રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને ગામના નાગરિકો દ્વારા રાસ્ટ્રગાન કરવામાં આવ્યું, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ-હાર અર્પણ કરવામાં આવ્યા, સરદાર પટેલ ના જીવનની માહિતી આપવમાં આવી, રાસ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે ની પ્રતિજ્ઞા લેવામાં આવી અને અંતે પ્રસાદ વિતરણ કરી ને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.