
સરસ્વતિની સગીરાને બે શખ્સો સિદ્ધપુરના કુંવારા ગામે લઈ ગયા, પિતાને બેભાન હાલતમાં મળી આવી
સરસ્વતિ તાલુકાના ગોલીવાડા ગામે રહેતી સાડા પંદર વર્ષની એક સગીરાનું અપહરણ કરાયું હોવાની ઘટના બની હતી. પિતાએ શોધખોળ કરતાં દિકરી સિદ્ધપુરના કુંવારામાં હોવાનું જણાતાં તે ત્યાં ગયા હતા. જે બાદ પિતાને બેભાન હાલતમાં સગીરા મળી આવી હતી. જેથી દીકરીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતીનાં ગોલીવાડામાં રહેતા એક દંપતી બાઇક લઇને તા. 16મીનાં રોજ સરસ્વતિનાં સરીયદ ખાતે ખરીદી માટે ગયા હતા, ત્યારે સાંજે ઘરે આવતાં તેમની મોટી સગીર દિકરી ઘરે નહીં મળતાં તેમનાં માતા-પિતાએ પૂછતાં છોકરાઓએ કહેલ કે, તે કચરો નાંખવા ગયેલી તે હજુ સુધી પાછી નથી આવી. જેથી તેઓએ ઠેકઠેકાણે ગામમાં અને સબંધીઓમાં પૂછપરછ કરતાં હતા.
આ દરિમયાન સગીરાનાં પિતાનાં ફોન પર રિંગ વાગીને કટ થઇ જતાં પિતાએ તેને ફરીથી સામે રીંગ કરતાં સામેથી જવાબ આવ્યો કે, “હું કુંવારા સિધ્ધપુરથી બોલું છું.” તેમ કહેતાં કિશોરીનાં પિતા કુંવારા ગામે તપાસ કરવા જતાં ત્યાં તેમને જાણવા મળેલ કે, ગોલીવાડા ગામના વિક્રમજીનાં મામાનું ઘર કુંવારામાં થતું હોવાથી તે ત્યાં હાજર છે તેથી સગીરાનાં પિતાએ તેની સાથે વાત કરતાં તેણે કહેલ કે, છોકરી અહીં આવેલ નથી પરંતુ બે વ્યક્તિઓ લઇ ગયા છે તે તમારી છોકરી તેમની પાસે ગોલીવાડામાં છે આથી કિશોરીનાં પિતા ફરી ગોલીવાડા ખાતે આવીને તેની શોધખોળ કરતાં તે મળી નહોતી અને રાત્રે અઢીં વાગ્યાનાં સુમારે કેટલાક તેમની દિકરીને તેનાં પિતાને પાછી સોંપી હતી.