
સરસ્વતીનાં વડું ગામે પત્નીની નાની બહેન સાથે એક સંતાનવાળા બનેવીને પ્રેમ થઇ જતાં ભગાડી ગયાના માતાના આક્ષેપની ફરિયાદ નોધાઈ
સરસ્વતી તાલુકાનાં વડુ ગામે બનેવી તેની નાની સાળીનું અપહરણ કરીને ક્યાંક લઇ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના વડુ ગામે રહેતા એક પરિવારની મોટી દીકરીનાં લગ્ન ત્રણ વર્ષ પૂર્વે કાંકરેજ તાલુકાનાં સામણવા ગામે રહેતા યુવક થયા હતા આ લગ્નથી તેમને હાલમાં 13 માસનો દીકરો છે. આ સંતાનનાં જન્મ સમયે સુવાવડ માટે આ મોટી દીકરી પિયરમાં આવી હતી, ત્યારે મોટી દીકરીનો પતિ તેની સાસરીમાં અવારનવાર આવતો હતોને પાટણમાં તે ફરતી નોકરી પણ કરતો હતો.
યુવક તેની સાસરીમાં આવતો જ હોવાથી તેને તેની પત્ની નાની બહેન સાથે પ્રેમસંબંધ થયો હતો. તેની જાણ તેની માતાને 10 દિવસ પૂર્વે થતાં તેમણે જમાઇને તેમનાં ઘરે રહેવા ન આવવા અને તેમની દીકરી પત્નીને પણ સામણવા ગામે લઇ જવા જણાવ્યું હતું. તેથી જમાઇ ત્યાંથી જતો રહ્યો હતો. તા.16-3-2023નાં રોજ આ પરિવારની નાની દીકરી ઘરમાં જોવા ન મળતાં તેની શોધખોળ કરવા છતાં તે નહિં મળતાં તેઓને જમાઇ જમાઇ ઉપર શંકા ગઇ હતીને, તે તેમની નાની દીકરીને ભગાડી ગયો છે. આ બનાવ અંગે માતાએ વાગડોદ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.