સરસ્વતી તાલુકાના ભિલવણ ગામે વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા

ગુજરાત
ગુજરાત

કાતરા સમાલ ગામે એક પોઝીટીવ કેસ આવ્યાના પાંચ દિવસ બાદ વધુ ૩ કેસ સાથે જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા ૨૬ થઈ

રખેવાળ ન્યુઝ પાટણ
સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે વધુ ત્રણ કોવીડ ૧૯ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. અગાઉ તા.૨૪ એપ્રિલના રોજ પોઝીટીવ આવેલી ભીલવણની ૬૫ વર્ષિય મહિલાના સંપર્કમાં આવેલા બે પુરૂષ અને એક મહિલાનો કોવીડ ૧૯ ટેસ્ટ પોઝીટીવ આવતાં તેમને સારવાર માટે ધારપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના કારણે ગત તા.૦૪ મેના રોજ કાતરા સમાલ ગામે આવેલા કોવીડ ૧૯ પોઝીટીવ કેસ બાદ છેલ્લા પાંચ દિવસથી એક પણ નવો કેસ નોંધાયો ન હતો. ત્યારે તા.૧૦ મેના રોજ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે અનુક્રમે ૩૫ અને ૧૯ વર્ષિય પુરૂષ તથા ૧૭ વર્ષિય કિશોરીનો કોવીડ ૧૯ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. અમદાવાદ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલી ભીલવણની ૬૫ વર્ષિય કોવીડ ૧૯ પોઝીટીવ મહિલા અથવા તેના ૨૫ વર્ષિય પુત્રના સંપર્કમાં આવેલા લોકો પૈકી વધુ ત્રણ વ્યક્તિઓના ટેસ્ટ પોઝીટીવ આવતાં જિલ્લામાં કોવીડ ૧૯ પોઝીટીવ કેસની સંખ્યા ૨૬ થવા પામી છે.

આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ ૧૯ પોઝીટીવ આવેલ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈન કરી તેમના આરોગ્યની તપાસણી સાથે તેમના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે. જિલ્લામાં કોવીડ ૧૯ પોઝીટીવ આવનાર ૨૬ દર્દીઓના સંપર્કમાં કુલ ૧૬૫ લોકો આવ્યા હતા, જેમના ટેસ્ટ સેમ્પલ લઈ તપાસણી અર્થે મોકલવામાં આવે છે. કોવીડ ૧૯ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો પૈકી ૧૧૭ લોકોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે બાકીના લોકોના સેમ્પલીંગની કામગીરી ચાલુમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.