
સાંતલપુરની વૈવા પ્રા.શાળા ખાતે બી.એસ.એફ બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા પ્રાથમિક શાળા ખાતે 194 વાહીની બીએસએફ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે બીએસએફ હેડક્વાર્ટર ગુજરાત ગાંધીનગરથી રવિ ગાંધી આઈજી ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે તેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારપુર મેડિકલ હોસ્પિટલના વિવિધ વિભાગોના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.આમ આ કાર્યક્રમની અંદર આવેલા બીએસએફ 194 બટાલિયનના અધિકારીઓનું વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.