સાંતલપુર તાલુકાનું દાત્રાણા ગામ પંચાયત ચૂંટણી પહેલા સમરસ જાહેર થયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગામમાં ભાઈચારાની ભાવના વધે અને ગામનો વિકાસ થાય તેવા આશયથી સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી રહી છે. ત્યારે સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે ગ્રામજનો સાથે મળીને ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે સરપંચ અને 8 સભ્યોની સમગ્ર બોડીને સમર્થ વિજેતા જાહેર કરી સમરસ ગ્રામ પંચાયત જાહેર કરી હતી. દાત્રાણા ગ્રામ પંચાયતની બોડીમાં સરપંચ પદે જીવણભાઇ સવાભાઇ આહીરને જાહેર કરી સમગ્ર ટીમના ગામના આગેવાનો અને લોકો દ્વારા શુભેચ્છાઓ આપી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.