ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરાયું

પાટણ
પાટણ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણી પૂવૅમાં ભારતીય જનતા પાર્ટીનુ સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીની ખાસ ઉપસ્થિત મા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય.

આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા, અપેક્ષા ભેગી કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્ર ની પેટી, નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે.

વધુમાં જણાવ્યું કે,બે વાન દવરા લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લાના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટી વિડિયો વાન પાટણ લોકસભામાં બે વાન મોકલવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમાં આપેલા વચનો માથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે.

ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનો ને પુર્ણ કરવા માટેનો સંકલ્પ, ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે એટલે જ આજે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું તેઓએ મિડિયા બેઠકમાં જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.