સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે સલામતી અકસ્માત વીમો લેવાયો
સિધ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વિરામભાઈ પટેલ – વાઇસ ચેરમેન બાબુભાઈ ઈશ્વરભાઈ પટેલ તથા સેક્રેટરી જશવંતભાઈ એમ. પટેલ તેમજ બોર્ડ ઓફ ડીરેકટરોએ જણાવ્યું હતું કે, રાજ્યના મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શનથી સિધ્ધપુર તાલુકાના ખેડૂતો, વેપારીઓ અને માર્કેટયાર્ડમાં સંકળાયેલા લોકોની સલામતી માટે અકસ્માત વીમા યોજના હેઠળ 5 થી 70 વર્ષ સુધી ઉંમરના દરેક વ્યકિતને રૂપિયા એક લાખ સુધીનું વીમાનું સુરક્ષા કવચ પુરૂ પાડેલ છે. આ યોજનાની તા.01/07/2023થી તા.30/06|2024 સધીના સમય માટેની છે, આ યોજનાનો લાભ બજાર વિસ્તારના 56 ગામો તેમજ સિધ્ધપુર શહેરની જનતાને મળશે. સિધ્ધપર એ.પી.એમ.સી.ના તમામ કર્મચારીઓ, હમાલ–તોલાટ ભાઈઓ, તેમજ લાયસન્સ ધરાવતા પેઢીમાં કામકાજ કરતા મહેતાજીઓ અને પૈકીના માલિક, ભાગીદારો વિગેરે તમામ વ્યક્તિઓને સિધ્ધપુર એ.પી.એમ.સી, પ્રમાણિત કરે તેવા તમામ લોકોનાં વીમા યોજનામાં સમાવેશ કરેલ છે.