પાટણમાં ઓવરલોડ વિધાર્થીઓ ભરીને દોડતી રિક્ષાઓ અને ઈકકોવાન ચાલકો સામે આરટીઓએ લાલ આંખ કરી

પાટણ
પાટણ

વિદ્યાર્થીઓ લઈને દોડતી સાત ઇકો ચાલક ને રૂ. 25000 દંડ ફટકારી 30 રીક્ષા ચાલકોને કાઉન્સિલિંગ કરી સૂચના અપાઈ પાટણ શહેર અને જિલ્લામાં ઓવરલોડ વિધાર્થીઓ ભરીને અપડાઉનમાં દોડતી સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકો સામે પાટણ આરટીઓએ લાલ આંખ કરતાં ઓવરલોડ વિધાર્થીઓ ભરીને દોડતા રિક્ષા ચાલકો અને ઈકો વાનના ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

તો આરટીઓ દ્રારા ઈકો ગાડીના માલિકોને જરૂરી સુરક્ષાના સાધનો વાહનમાં છે કે કેમ તેની આરટીઓ ટીમે ચેકિંગ કરી સ્થળ ઉપર સાત વાહનોને રૂ. 25000 નો દંડ ફટકારી 30 થી વધુ રીક્ષા ચાલકો નું કાઉન્સિલિંગ કરીને જરૂરી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ખાનગી સ્કૂલ બસ સ્કૂલવાન અને રીક્ષા પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને સરકારે એક્શન પ્લાન તૈયાર કરેલ છે તેના ભાગરૂપે પાટણ જિલ્લા આરટીઓ ની ટીમ દ્રારા પાટણ ઊંઝા રોડ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી  વિદ્યાર્થીઓને લઈને જતી 7 ઇકો કાર ઝડપાઈ હતી જેની તપાસ દરમ્યાન વાહનોને વીમા વગર , ડ્રાઇવિંગ લાઇસન્સ વગર , કાળા કાચ, પરમીટ વગર , સીટ બેલ્ટ વગર વાહન ડ્રાઇવિંગ કરતા ચાલકો ઝડપાયા હતા તેઓને અલગ અલગ ગુનામાં રૂ. 25000 નો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય ઇકો ચાલકો અને રિક્ષાઓના ચાલકોને કાઉન્સિલિંગ કરી વિદ્યાર્થીઓની માર્ગ સલામતી સુનિશ્ચિત થવા બાબતે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ આરટીઓ ટીમ દ્રારા હાથ ધરવામાં આવેલ કાયૅવાહી ને લઇ સ્કુલ રિક્ષા ચાલકો અને ઈકો ગાડીના ચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો  હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.